નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનાં ખડકાળા ખાતે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરાઈ.
નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાનાં ખડકાળા ખાતે 1 ડિસેમ્બર ના રોજ જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રંગુનવાલાના માર્ગદર્શન હેઠળ અને વાંસદા તાલુકા હેલ્થ અધિકારી ડૉ.પ્રમોદભાઈ પટેલ તેમજ વાંસદા કોટેજ હોસ્પિટલના અધિક્ષક મેડમ ડૉ મોહિની મેડમ અને નિવાસી તબીબી અધિકારીશ્રી ડૉ ભરતભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ વાંસદા ICTC કોટેજ હોસ્પિટલ વાંસદા અને NTEP ના સ્ટાફ દ્વારા શ્રીજી ઇન્સ્ટિ- ટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ ખડકાળાના સહયોગથી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં રંગોળી, કેન્ડલ લાઈટ કાર્યક્રમની સાથે શ્રીજી ઇન્સ્ટિટ્યુટના તાલીમાર્થી- ઓને રોગ વિષયક આરોગ્ય શિક્ષણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિશ્વ એઈડ્સ દિવસ ઉજવણીના ભાગરૂપે શ્રીજી ઈન્સ્ટિટયુટ-ના તાલીમાર્થીઓ દ્વારા ટીબી હરેગા દેશ જીતેગા તેમજ એઈડ્સ વિશે જન જાગૃતિ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું ઉજવણી સમાપનમાં સંસ્થાની આરોગ્યમંત્રી માનસી કુમારી વળવી એ આભાર વિધિ કરી હતી.
વિશ્વ એઇડ્સ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે?
વિશ્વ એઇડ્સ દિવસની ૧૯૮૮થી દર વર્ષે ૧ ડિસેમ્બરે ઉજવણી કરવામાં આવે છે. આ આ દિવસે એચઆઇવી ચેપના ફેલાવાને કારણે થતા એઇડ્સ રોગચાળા વિશે જાગૃતિ લાવવા અને આ રોગથી મૃત્યુ પામેલા લોકો માટે શોક દર્શાવવામાં આવે છે.
એઈડ્સ એ હ્યુમન ઈમ્યુનોડેફિસિયન્સી વાયરસ (HIV) દ્વારા થતી જીવન માટે જોખમી સ્થિતિ છે. HIV વાયરસ દર્દીની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને અન્ય રોગો સામે જાર તેની પ્રતિકાર શક્તિ ઘટાડે છે.
કેન્દ્ર સરકાર અને આરોગ્ય અધિકારીઓ, બિન-સરકારી સંસ્થાઓ અને વિશ્વભરના વ્યક્તિઓ આ દિવસનીROAIDST) ઉજવણી કરે છે, જેમાં ઘણીવાર એઇડ્સ નિવારણ અને નિયંત્રણ અંગે શિક્ષણ આપવામાં આવે છે.
વિશ્વ એઇડ્સ દિવસ એ વિશ્વ આરોગ્ય દિવસ, વિશ્વ રક્તદાતા દિવસ, વિશ્વ રસીકરણ સપ્તાહ, વિશ્વ ક્ષય દિવસ, વિશ્વ તમાકુ નિષેધ દિવસ, વિશ્વ મેલેરિયા દિવસ સહિત વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ચિહ્નિત કરાયેલ અગિયાર સત્તાવાર વૈશ્વિક જાહેર આરોગ્ય ઝુંબેશમાંનો એક છે. ૨૦૨૦ સુધીમાં, એઈડ્સે વિશ્વભરમાં ૨૭.૨ મિલિયન અને ૪૭.૮ મિલિયન લોકોના જીવ લીધા છે.