Khergam (kumar shala) : ખેરગામ કુમાર શાળા દ્વારા વાવ છાત્રાલય ખાતે રમતોત્સવ ઉજવાયો.

SB KHERGAM
0

     

Khergam (kumar shala) : ખેરગામ કુમાર શાળા દ્વારા વાવ છાત્રાલય ખાતે રમતોત્સવ ઉજવાયો.

આજના મોબાઇલ યુગમાં દેશી રમતોનું મહત્વ ઘટતું જાય છે. ત્યારે ખેરગામ કુમાર શાળા દ્વારા દેશી રમતોનું તારીખ : ૭-૨-૨૦૨૪ નાં રોજ કુમાર શાળા દ્વારા વાવ છાત્રાલય ગ્રાઉન્ડ પર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આજે સરકારશ્રી દ્વારા પણ  દેશી રમતોને રમાડવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. દેશી રમતો આપણી સંસ્કૃતિનો એક અમૂલ્ય ભાગ છે. જેમાં ગિલ્લી દંડા, રસ્સી ખેંચ, ભમરડો, મોરી ફેરવવવી, ટાયર ફેરવવા, કોથળા કૂદ, જેવી ઘણી બધી રમતો અગાઉના સમયમાં રમાતી હતી. 

અહીં બાળકોની વયકક્ષા અને તેમની સુરક્ષાને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓ સરળતાથી અને તેમને ઇજા ન થાય તેવી સરળ રમતો રમાડવામાં આવી હતી. કુમાર શાળાનાં આચાર્યશ્રી પ્રશાંતભાઇ પટેલ દ્વારા શાળા કક્ષાએ બાળકો અને શિક્ષકોને દરેક પ્રવૃત્તિ માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો  દરેક પર્વને કે કાર્યક્રમને ઉત્સાહ પૂર્વક ઉજવે છે.

જેમાં ધોરણ -૧ થી ૮નાં તમામ બાળકોને ધોરણવાર દેશી રમતો રમાડવામાં આવી હતી. તથા શાળાના શિક્ષિકા  અસ્મિતાબેન પટેલ  અને સમગ્ર સ્ટાફ તરફથી બાળકોને પાઉંભાજી તથા પુલાવનું પ્રિતિભોજન કરાવવામાં આવ્યું હતું.






Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top