Khergam : ખેરગામ ગામના રોહિતવાસ ફળિયાના રસ્તાનું નવીનીકરણ કરવા ખાતમુહૂર્ત કરાયું.
ખેરગામના આછવણી રોડ ઉપર આવેલા આછવણી મેઈન રસ્તાથી રોહિતવાસ ફળિયામાં બળવંતભાઈ ચૌહાણના ઘર સુધી જતો અંદાજિત ૪૦૦ મીટરનો રસ્તો છેલ્લા ઘણા સમયથી જર્જરીત થઈ જતા ફળિયાવાસીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. રસ્તાનું નવીનીકરણ માટે સ્થાનિક અગ્રણી આશિષ ચૌહાણે ગયા વર્ષે તાલુકા પંચાયતના માજી પ્રમુખ રક્ષાબેન પટેલને રજૂઆત કરી હતી. જેથી એટીવીટી યોજનામાંથી ડામર રસ્તો મંજૂર કરાવવાની આગળની કાર્યવાહી કરી હતી અને તાજેતરમાં જ ડામર રસ્તા માટે સરકારમાંથી વહીવટી મંજૂરી મળતા રસ્તાનું ખાતમુહૂર્ત થતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ, ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી, ડેપ્યુટી સરપંચ તથા પત્રકાર જિગ્નેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.