Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા.

SB KHERGAM
0

                                   

Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા.

તારીખ ૧૩-૦૩-૨ ૦૨૪નાં દિને બીજા સેશન દરમ્યાન ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પ્રથમ બી.એલ.ઓ. દ્વારા બુથની માહિતી લેવામાં આવી. ત્યાર બાદ ધોરણ -૭ નાં વર્ગખંડમાં દાખલ થઈ શિક્ષકની ખુરશી પર બેસતા પહેલાં બાળકો પાસે બેસવા અંગે પૂછવામાં આવતાં બાળકો નવાઈ પામ્યા હતા. એક અધિકારી શિક્ષકની ખુરશી પર બેસવા અંગે મંજૂરી માંગે અને તે પણ બાળકો પાસે એ બાળકો માટે નવાઈની વાત  કહેવાય. જે તેમણે નમ્રતાનાં ગુણનું પ્રત્યક્ષ શિક્ષણ આપ્યું હતું.  સાહેબે વર્ગમાં અધિકારી તરીકે નહિ પરંતુ શિક્ષકની જેમ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.વાતચીત દરમ્યાન બાળકો પણ જાણે શિક્ષક સાથે જ વાતચીત કરતા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. જે આજના વર્તમાન સમયમાં જવલ્લે જોવા મળે છે. બાળકો દ્વારા અંગ્રેજીમાં અભિવાદન કર્યા બાદ  સાહેબે માતૃભાષામાં અભિવાદન કરી માતૃભાષાના ગૌરવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યાર બાદ ધોરણ ૭નાં બાળકોનો કલાસ લીધો હતો.પ્રથમ સાહેબે તેમનો પરિચય આપી બાળકોને પરિચય મેળવ્યો હતો ત્યારબાદ બાળકો પાસેથી પ્રશ્નોત્તરી દ્વારા શૈક્ષણિક બાબતે પ્રશ્નો પૂછ્યા હતા. બાળકો ભવિષ્યમાં મોટા થઈને શું બનવા માંગે છે?તે અંગે પ્રશ્નો પૂછતા બાળકોના આનંદિત ચહેરે ઉત્તર આપ્યા હતા. તેમજ  મધ્યાહન ભોજન બાબતે આજે શું જમવાનું આવ્યું હતું? તમે દરરોજ નિયમિત જમો છો? સૌથી વધારે કયા દિવસે જમવાનું વધુ ગમે છે? 

ત્યાર બાદ મુખ્ય શિક્ષક પાસેથી બુથ અને મધ્યાહન ભોજન યોજના અંગેની વિગતો જાણી હતી તેમજ શાળામાં કેટલા ધોરણ ચાલે છે? બાળકો નિયમિત મધ્યાહન ભોજનમાં ભાગ લે છે? તેમજ  મધ્યાહન ભોજન બાબતે શિક્ષકો પાસેથી અભિપ્રાય મેળવ્યા હતા. બીજા અન્ય ધોરણની ઉડતી મુલાકાત લઈ કયા ધોરણના  વિદ્યાર્થીઓ કયા વર્ગમાં બેસે તેમજ શાળાની કુલ કેટલી સંખ્યા  સહિતની માહિતી મેળવી હતી. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top