Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

SB KHERGAM
0

Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

આજરોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી વાડ મુખ્ય પ્રા.શાળા માં કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી   તેજેન્દ્ર પટેલ સ્પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવશ્રી પધાર્યા હતા તેમની અધ્યક્ષતા હેઠળ આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી અને.. મહેમાનોનું પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું.. જેમાં ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન , SMC અધ્યક્ષ શ્રી વિજયભાઈ ગ્રામના અગ્રગણ્ય વ્યક્તિ દિનેશભાઈ તથા એમનો પરિવાર,તાલુકા પંચાયતના સભ્યશ્રી.જશોદાબેન,  ફતેહસિંહ ભાઈ પધાર્યા હતા.. સૌ પ્રથમ આંગળવાડીના બાળકોનો કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો... તેમજ વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૫ બાળકો અને.. ઊંચાબેડા પ્રાથમિક શાળા ના ૬ બાળકો ને બાલવાટિકા માં પ્રવેશ આપ્યો હતો... જેમાં તમામ  બાળકોને..  દફતર .. નોટબુક પેન્સિલ અને રબરની કીટ  શાળા શિક્ષકો તરફથી મળી હતી... ધોરણ ૩ થી ૮ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ તેજસ્વી તારલાઓનું મેડલ આપી સન્માન કરવામાં આવ્યું... અને ૧૦૦ ટકા હાજરી ધરાવનાર બાળકોનું સન્માન  કરવામાં આવ્યું.અને શાળાની બે બાળાઓએ અમૃતવચન રજૂ કર્યું હતું. ત્યાર બાદ દિનેશભાઈ  તરફથી  વિના મૂલ્યે નોટબુક વિતરણ કરવા બદલ શાળા પરિવાર તરફથી એક સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.. તેમજ ફતેસિહભાઈ ને પણ સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી.. ત્યાર બાદ મુખ્ય મહેમાનશ્રી એ.. એમનું વકતવ્ય રજૂ કર્યું...જેમાં શાળા અને સમાજ એક થાય અને શિક્ષણ આગળ આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવે તે અંગે ચર્ચા કરી.. ત્યાર બાદ શાળા ના  ઉપશિક્ષક દીપકભાઈ એ આભારવિધિ કરી. અને.. કમ્પ્યુટર રૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ કરી કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો..





Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top