Khergam: ખેરગામ આંબેડકર સર્કલ ખાતે હાઈ માસ્ક ટાવરનું લોકાર્પણ કરાયું.
તારીખ ૧૨-૦૬-૨૦૨૪ની સાંજે ખેરગામના ગૌરવપથ જેવા નવા રોડ ખાતે મહાત્મા ગાંધી વર્તુળ પછી ડૉ. બાબા સાહેબ વર્તુળ ખાતે ૬૦ ફૂટ ઊંચા હાઈ માસ્ટ વીજ સ્તંભનું જીલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ ભીખુભાઈ આહીરના હસ્તે લોકાર્પણ કરાયું હતું.જે જીલ્લા પંચાયતના 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી હાઈ માસ્ટ ટાવરનાં નાણાં ફાળવવામાં આવ્યા હતાં.
હાલમાં કેરીની ભરપૂર મોસમ ચાલી રહી છે જેથી આ ચોકડી ખાતે સતત ભારે વાહનોની આંતરરાજ્ય વ્યવહાર હેરફેરથી ૨૪ કલાક ધમધમે છે જેથી અપૂરતો પ્રકાશ દૂર કરવા માટે હાઈ માસ્ટ વીજ સ્તંભ તાલુકા પંચાયત ખેરગામ દ્વારા મંજૂર કરાતા તેનું સ્થાપન થયું છે.
આ પ્રસંગે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી, શૈલેષભાઈ ટેલર, જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.