Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.
નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.
નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, અધ્યક્ષશ્રી, બાંધકામ સમિતી, ગણદેવી ખાતે ભાવેશભાઈ પટેલ, નગર પાલિકા પ્રમુખશ્રી ગણદેવી, ખેરગામ ખાતે રાજેશ પટેલ- તાલુકા પંચાયત પ્રમુખશ્રી ખેરગામ તથા અન્ય અગ્રણીઓએ અભિયાનના ઉદ્દઘાટનોમાં હાજર રહી લોકોને અભિયાનમાં જોડાવા પ્રેરિત કર્યા હતા.
જિલ્લા કક્ષાએ અભિયાનના સુચારુ સંચાલન, મોનીટરીંગ તથા વ્યવસ્થા જળવાય રહે તે માટે ડૉ.રાજેન્દ્ર રંગુનવાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ડૉ.રાજેશ પટેલ- જિલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી, ડો.મયંક પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ડો.પિનાકીન પટેલ, જિલ્લા ક્ષય અધિકારીશ્રી, ડો.ભાવેશ પટેલ, રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી સહિત વિવિધ પદાધિકારી-અધિકારીશ્રીઓએ પોલિયો બૂથોની વીઝીટ કરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં...
Posted by Info Navsari GoG on Monday, June 24, 2024