નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

SB KHERGAM
0

 નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.

જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે.

એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.

 પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપનિ વિદ્યાનિકેતનમાં છેલ્લા અનેક વર્ષોથી આધ્યાત્મિક ક્ષેત્રે, શિક્ષણક્ષેત્રે, અને સામાજિક ક્ષેત્રે ઘણા ઉત્તમ કાર્યો થઈ રહ્યા છે. આજે સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિમાં શિક્ષકો અને વિદ્યાલયો ખૂબ જ સારી રીતે પોતાનું અપ્રતિમ યોગદાન આપી રહ્યા છે. એવા સમયે તેઓનું યોગ્ય રીતે સન્માન થાય એ પણ આવશ્યક છે.

પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા વર્ષ-૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણના ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વિશિષ્ટ સારસ્વતોનું મુખ્ય ત્રણ એવોર્ડ દ્વારા અને નાવીન્યતાથી કાર્ય કરનાર કેટલાક શિક્ષકોનું ભાવપૂજન કરવામાં આવે છે. જેમાં,

૧) લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ : જેઓએ પોતાનું સંપૂર્ણ જીવન શિક્ષણના ક્ષેત્રમાં વિતાવીને સમાજને ઉત્તમ યોગદાન આપ્યું હોય એવા મહાનુભાવ. ૨) આદર્શ ગુરુ ગૌરવ એવોર્ડ : એવા શિક્ષક કે જેઓએ શાળામાં શ્રેષ્ઠતમ કાર્ય કરીને સમાજમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.

૩) ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ : એક એવું વિદ્યાલય કે શિક્ષણના ક્ષેત્રે ખૂબ જ શિષ્ટ-વિશિષ્ટ કાર્ય કર્યુ હોય.

આ ઉપરાંત રાજ્યના દરેક જિલ્લામાંથી એક શિક્ષક કે જેમણે પોતાની શાળામાં નવતર કાર્ય કે પ્રકલ્પ દ્વારા શિક્ષણને વધુ અસરકારક બનાવવા પ્રયત્ન કરલો હોય.

એવૉર્ડ ચયન સમિતિ દ્વારા ૨૦૨૪ વર્ષમાં નવસારી જિલ્લામાંથી 'શ્રેષ્ઠ શિક્ષક ગૌરવ એવૉર્ડ' માટે કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલની પસંદગી કરતાં  એવૉર્ડ ચયન સમિતિએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

નવસારી જિલ્લાના જિલ્લા અને પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top